વાયગ્રા નો ઉપયોગ અને આડઅસર
વાયગ્રાનો ઉપયોગ સેક્સ પાવર વધારવા માટે કરો છો, તો તેની આડઅસર પણ જાણી લો..
જાતીય કામગીરી સુધારવા માટે બજારમાં ઘણી પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. જેમાંની વાયગ્રા પણ એક છે. આજના સમયમાં યુવાનોમાં વાયગ્રાનો ઉપયોગ ઘણી હદ સુધી વધવા લાગ્યો છે. આજના યુવાનો મર્દાનગી ની તાકાત વધારવા તથા લાંબા સમય સુધી સેક્સ નો આનંદ માણવા અને તેમના જીવનસાથીની સામે સર્મિંદગી નો અનુભવ ના કરવો પડે તેના માટે વાયગ્રાનો ઉપયોગ કરે છે,
ઘણી વખત લોકો ડોક્ટરને પૂછ્યા વિના જ તેનો ઉપયોગ શરૂ કરે છે. આ સ્થિતિમાં તે તમારા શરીરમાં આડઅસર પેદા કરી શકે છે. ચાલો જાણીએ વાયગ્રાની આડઅસરો વિશે.
તમને જણાવી દઈએ કે વાયગ્રાનો ઉપયોગ તે લોકો માટે ફાયદાકારક છે. જેઓ સેક્સ સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ જો તમને તે ખાધા પછી છાતીમાં દુખાવો અથવા ઝડપી શ્વાસ લેવાની સમસ્યા હોય, તો તમારે વાયગ્રા નો ઉપયોગ ન કરવો જોઈએ.
વાયગ્રાની આડઅસરો વિશે જાણો
આંખો માં ઝાંખપ આવી શકે છે - ઘણી વખત તેના વપરાશને કારણે આંખોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને તે ખાધા પછી જોવામાં મુશ્કેલી આવી રહી છે, તો તમારે તરત જ તેનું સેવન બંધ કરવું જોઈએ.
લો બ્લડ પ્રેશરનું જોખમ
આના સેવનથી બ્લડ પ્રેશર ઓછું થવાની સંભાવના છે. જો તમને લો બી.પી. સમસ્યા હોય, તો તમારે તેનું સેવન ન કરવું જોઈએ.
હાર્ટ દર્દીઓ દૂર રહે..
જે લોકોને હૃદયની તકલીફ હોય છે તેમણે ક્યારેય તેનું સેવન ન કરવું જોઈએ. આ તેમની સમસ્યાને વધુ વધારે છે. ઉપરાંત, વાયગ્રાને બીજી દવાઓ સાથે ક્યારેય ન ખાવી જોઈએ.
યકૃતની સમસ્યા-
વાયેગ્રા લેવાથી યકૃત પર વિપરિત અસરો થાય છે. જો કોઈ આ દવાનો નિયમિત ઉપયોગ કરે છે, તો પછી યકૃતને નબળા થવાની સંભાવના વધારે છે.