લિંગની લંબાઈ વધારવાના ઉપાય
લિંગની લંબાઈ વધારવાના ઉપાય
મોટાભાગનાં પુરૂષોને પોતાનાં લિંગની લંબાઈ માટે અસંતોષ જોવા મળતો હોય છે. આજનાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનનાં જમાનામાં ગેરમાર્ગે દોરવા વાળી જાહેરાતો ઉભરાતી રહેતી હોય છે. જેના કારણે આ યુવકો પોતાનાં લિંગની લંબાઈ વધારવા લેભાગુ જાહેરાતોની જાળમાં ફસાઇ જતા હોય છે.
લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે પછી ભલે તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય. સ્ત્રીનાં યોનીમાર્ગ એવી જગ્યા છે જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે અને બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ આવે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગ ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે.
એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે. આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે લિંગની જાડાઈ વધુ મહત્વ ધરાવતી નથી.
તેમ છતાં પણ જો આપને જાડાઈ વધારવી હોય તો એક જ રસ્તો છે અને તે છે ફેટના ઈન્જેક્શન. જે માટે આપને એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે.
લિંગની લંબાઈ વધારવા માટે આજની તારીખમાં કોઇ ઓઇલ કે દવા ઉપલબ્ધ નથી. ઇન્દ્રિયની લંબાઇ વધારવાનો એક માત્ર રસ્તો છે ઓપરેશન. આ ઓપરેશન 2-3 કલાક જેટલું લાંબુ ચાલતુ હોય છે. અને 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.
સામાન્ય રીતે આ ઓપરેશન દ્વારા લિંગની લંબાઈ એકથી ચાર ઇન્ચ વધી શકતી હોય છે. પરંતુ હું અહીં એક વાત ચોક્કસ જણાવવા માંગીશ. જો તમારા લિંગની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં 2 ઇન્ચની હોય તો તેને લાંબું કરવાથી જાતીય આનંદમાં કોઇ જ ફાયદો નહીં થાય માત્ર માનસીક આનંદ માટે આપને લાગશે કે ઇન્દ્રિયની લંબાઇ વધી છે.
લિંગની લંબાઈ વધારવાના ઉપાય
- ઘણા બધા પુરુષોને પોતાની ઇન્દ્રિય વિશે લઘુતાગ્રંથી હોય છે. તેમને લાગતું હોય છે તેમની સાઈઝ બીજા વ્યક્તિ જેટલી નથી અથવા પત્નીને સંતોષ આપી શકે એટલી પૂરતી નથી.
- જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે જાણવા મળે છે કે મોટાભાગના પુરુષોની ઇન્દ્રિયની લંબાઇ યોગ્ય અને પોતાના સાથીને જાતીય સંતોષ આપવા માટે સક્ષમ હોય જ છે.
- સ્ત્રીના યોનિમાર્ગની લંબાઈ આશરે 6 ઇંચ હોય છે. પરંતુ એમાં સંવેદના બહારના ભાગમાં અને આગળના બે ઈંચમાં જ હોય છે.
- એનો મતલબ એ થયો તો તમારે તમારા સાથીને ઉત્તેજિત કરવા હોય અથવા પૂરતો આનંદ આપતો હોય બહારના ભાગમાં અને આગળ બે ઇંચ સુધી સ્પર્શ કરવો જોઈએ.
- આનો મતલબ એ થયો તો પુરુષની ઈન્દ્રિયની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચ અથવા એનાથી થોડી વધારે હોય તો એ તેના સાથીના જાતીય સંતોષ માટે પૂરતી છે.
- લંબાઈ વધારવાથી કોઈ ફાયદો જાતીય આનંદમાં થતો નથી. શું તમારા નાકની લંબાઈ વધારવાથી તમે બીજા કરતાં વધારે ઓક્સિજન લઈ શકશો?
- એ જ વસ્તુ ઇન્દ્રિયની લંબાઇ માટે પણ એટલી જ સાચી છે. બિન ઉત્તેજીત અવસ્થામાં પુરુષની લંબાઈ અડધો ઇંચ હોય તો પણ તે પૂરતી છે.
- કારણ કે તે વખતનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે. જ્યારે ઇન્દ્રિયમાં લોહીનો ભરાવો થાય ત્યારે તેની લંબાઇ વધતી હોય છે અને કડકાઈ વધી હોય છે.
- આ વખતે તેનું કામ સંભોગ કરવાનું હોય છે. જો આપની ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં બે ઇંચ કે થોડી વધારે હોય તો આપે કોઈ લાંબી ચિંતા કરવાની જરૂર નથી.
- ઇન્દ્રિયની લંબાઇ વધારવા માટે આ દુનિયામાં કોઈ દવા કે કોઈ તેલ ઉપલબ્ધ નથી. ઇન્દ્રિયની લંબાઈ માત્ર ઓપરેશનથી જ વધી શકે છે. મોટાભાગના પુરુષોને આની જરૂર નથી હોતી.