સેકસ અને જાતીય સમસ્યાઓ
નપુંસકતા- ઇન્દ્રિયમાં શિથીલતાપણુ- સ્તંભનદોષ- ઉત્થાન ના થવુ- નસોની નબળાઇ- કમજોરી તરીકે પણ ઓળખાય છે.
નપુંસકતા ના શારિરિક અને માનસિક કારણૉ હોય છે.
નપુંસકતા (ઇન્દ્રિય માં શિથીલતાપણુ)
શારીરિક કારણૉઃ
• ઉંમર વધતા ઇન્દ્રિયની રુધિરવાહિનીઓ સાંકડી બનતા નપુંસકતા ની તકલીફ થઇ શકે છે.
• ડાયાબીટીસ, વધુ રુધિર દબાણ (હાઇ બી.પી.), લોહીમાં લીપીડ (ચરબી/કોલેસ્ટેરોલ) નુ વધુ પ્રમાણ, દારુ નુ વ્યસન વગેરે તેના સમાન્ય કારણૉ છે.
માનસિક કારણૉઃ
• થાક, તાણ ના લીધે ઇન્દ્રિયના ઉત્થાન માં ક્યારેક મળેલ અસફળતા.
• લગ્નજીવનમાં તણાવ, ગૃહકલેશ, સેક્સ પ્રત્યે અરુચી, સેક્સ અંગેની ગેર માન્યતાઓ.
• સેક્સ અને ઉત્થાન પ્રત્યે વધુ પડતી અપેક્ષાઓ.
શિધ્રપતન-શિઘ્રસ્ખલન
શિઘ્રપતન એ ખુબજ સામાન્ય સેક્સ સમસ્યા છે. લગભગ દરેક પુરુષ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેક આ સમસ્યા અનુભવે જ છે. લગ્ન જીવન ની શરુઆત ના સમયગાળા માં આ તકલીફ ખુબ જ સામાન્ય છે.
સેક્સ સબંધ માં પુરુષ કે સ્ત્રી પૈકી કોઇ ને ચરમસીમા નો અનુભવ ના થયો હોય ત્યાં જ વિર્ય સ્ત્રાવ થઈ જાય, સામાન્ય રિતે એક મિનિટ કરતા પણ ઓછા સમય સુધી ચાલતા સેક્સ સબંધ ને શિઘ્રપતન કહેવામાં આવે છે.
વૈજ્ઞાનિક પ્રયોગો થી એ સાબીત થયુ છે કે, શિઘ્રપતન માટે ‘સિરોટોનિન’ નામના જૈવરસાયણ ની ઉણપ જવાબદાર છે. આથી શિઘ્રપતન ની સારવાર માં ‘સિલેક્ટિવ સિરોટોનિન રિ-અપટેક ઇન્હિબીટર’ ગ્રુપ ન દવાઓ જેવી કે, ડેપોક્ષેટીન, પેરોક્ષેટીન જેવી દવાઓ નાં ઉપયોગ ને પ્રુષ્ટી મળે છે. આ ઉપરાંત આ દવાઓ ની એક આડ અસર દિર્ધ-સંખ્લન છે. જે શિઘ્રપતન ના દર્દિઓ માં ઉપયોગી નીવડે છે. સેક્સોલોજીસ્ટ માં કહેવાય છે કે, “સેક્સ એ બે જાંઘ વચ્ચે થતી ક્રિયા નથી પણ બે કાન વચ્ચે થતી ક્રીયા છે.” અર્થાત સેક્સ એ માત્ર ગુપ્તાંગોની જ ક્રિયા નથી પણ મગજ માં થતી ક્રિયા છે. સેક્સ દરમિયાન મગજ માં થતા જૈવરાસાયણીક (ન્યુરોટ્રાન્સમીટર નાં) ફેરફારો એ સેક્સ દરમિયાન થતા આનદ તથા ચરમસિમા ના અનુભવ માટે જવાબદાર છે.
વૈજ્ઞાનિક પ્રયોગો થી એ સાબીત થયુ છે કે, શિઘ્રપતન માટે ‘સિરોટોનિન’ નામના રસાયણ ની ઉણપ જવાબદાર છે. આથી શિઘ્રપતન ની સારવાર માં ‘સિલેક્ટિવ સિરોટોનિન રિ-અપટેક ઇન્હિબીટર’ ગ્રુપ ન દવાઓ જેવી કે, ડેપોક્ષેટીન, પેરોક્ષેટીન જેવી દવાઓ નાં ઉપયોગ ને પ્રુષ્ટી મળે છે. આ ઉપરાંત આ દવાઓ ની એક આડ અસર દિર્ધ-સંખ્લન છે. જે શિઘ્રપતન ના દર્દિઓ માં ઉપયોગી નીવડે છે. પરંતુ આ દવાઓ નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ જ લેવી જોઇએ.
સેક્સ પ્રત્યે અરુચી:
કેટલીક માનસિક બિમારીઓ જેવીકે, ડિપ્રેશન, એન્કઝાયટી ડિસઓર્ડર- ચિંતારોગ, અનિદ્રા વગેરેમા સેક્સ પ્રત્યે અરુચી થઇ શકે છે.
• માનસિક તણાવ કે બેચેની, મુંઝારો જેવી તકલીફો પણ સેક્સ માં રુચી ઘટાડી શકે છે.
• સબંધો માં તાણ, ગૃહકંકાસ, સાથી પ્રત્યે નો અણગમો પણ ક્યારેક સેકસમાં અરુચીનુ કારણ બને છે. વ્યક્તિઓ વચ્ચેના સેક્સ સબંધો તથા અન્ય રોજીંદા સબંધો ને એકદમ અલગ પાડી ના શકાય. જો રોજીંદા સબંધો તાણ ભર્યા હોય તો સેક્સ સમસ્યા ઉદભવ્વી સ્વાભાવિક છે.
• ક્યારેક વિટામીન બી-૧૨ કે ઇસ્ટૃઓજન, થાઇરોઇડ કે ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવો ની ઉણપ કે પ્રોલેક્ટિન ના વધુ સ્રાવથી સેક્સ માં અરુચી ઉદભવી શકે છે.
• દવાઓ તથા સાથે સંકળાયેલ માનસિક બિમારી કે સબંધોમાં તણાવનુ યોગ્ય નિરાકરણ કરવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
સેક્સ ટોનીક
સેક્સ પાવર વધારવાની, સેક્સનો સમય વધારવાની, સ્ટેમીના વધારવાની અને ઇન્દ્રીય ની લંબાઇ વધારવાના વિવિધ દવાઓ તથા યંત્રો ની જાહેરાત આજ-કાલ છાપાઓ માં બહુ જ આવે છે. અને આ વ્યવસાય પણ ખાસ્સો ફુલ્યો ફાલ્યો છે.
મોટાભાગે આ પ્રકાર ની દવાઓ માં તેઓ ક્યા રસાયણો નો ઉપયોગ કરે છે તેની વિગતો આપવામાં આવતી નથી. અને માત્ર “હર્બલ મેડીસીન-આડ અસર રહિત” એટલુ જ લખેલ હોય છે. અને તેનાપર કોઇ અશ્વ કે આખલાનું ચિત્ર હોય છે. જે સેક્સ પાવર ના પ્રતિક તરિકે વાપરવામાં આવે છે.
અનિલે આવીજ એક જાહેરાત વાંચીને તે પ્રકારની દવાઓ નું સેવન શરુ કર્યુ. શરઆત માં તેને આ દવાઓ થી ફાયદો પણ થયો. સેક્સ ના સમય માં થોડો વધારો થયો. અને તેણે આ દવાઓ નું નિયમીત સેવન શરુ કર્યુ. હવે પરિસ્થીતી એવી છે કે તે આ દવાઓ વિના રહી જ શકતો નથી. દિવસમાં તેને એકાદ બે વખત તો આ પ્રકાર ની દવાઓ લેવી જ પડૅ. જો ના પીવે તો તેને હાથ પગ ના સ્નાયુઓ માં અસહ્ય પીડા થાય. અનિદ્રા તથા ઝાડા જેવી તકલીફો પણ ઉદભવે. તે આ દવાનો વ્યસની થઇ ચુક્યો હતો.
હકીકત માં અનિલે સેવન કરેલ સેક્સ ટોનિક માં “opium” અર્થાત “અફીણ” નો ઉપયોગ થતો હતો. અને તેના વારંવાર ના સેવન થી તે અફીણ નો વ્યસની બની ગયો. અને તે આ દવા વિના રહી જ શક્તો ના હતો.
આ ઉપરાંત કેટલાક સેક્સ ટોનીક માં “સર્પગંધા” નમની ઔશધી નો ઉપયોગ થતો હોય છે. જેમાં “રિઝર્પિન” નામનું રસાયણ હોય છે. જેના વધુ પડાતા ઉપયોગ થી ડિપ્રેશન નામની બિમારી થવાનું જોખમ રહે છે.
સેક્સોલોજીસ્ટ ના મંતવ્ય મુજબ “સેક્સ ટોનીક નો ફાયદો હકીકત માં તેમા રહેલ દવા ના તત્વ કરતા તેના પર દોરેલ અશ્વ કે આખલા ના ચિત્ર થી વધુ થાય છે.” અર્થાત આ સેક્સ ટોનીક વડે અનુભવાતો ફાયદો એ માત્ર સાયકોલોજીલ ફાયદો છે. તે દવાને લીધે થતો સાચો ફાયદો નથી.
એક સેક્સ થેરાપિસ્ટ ના જણાવ્યા અનુસાર, કેટલાક દર્દીઓ કંઇક તાત્કાલીક અસરકારક દવાઓ કે જડિબુટ્ટી ની આશા સાથે ડોક્ટર પાસે આવે છે. અને તેઓ થોડો સમય માગી લેતી સેક્સ થેરપી માટે તૈયાર હોતા નથી. આથી તેઓ ઘણી વખત ‘ઓવર ધ કાઉન્ટર’ (ડોક્ટર ના પ્રિસ્ક્રીપશન વિના સીધીજ દવાની દુકાને થી મળતી) મળતી સેક્સ ટોનિક ના ચક્કર માં ફસાઇ જાય છે.
આવી લેભાગુ જાહેરાતો થી ભ્રમાઇ ને તેમા ફસાવાથી ઘણી વખત ફાયદો થવાને બદલે નુકશાન વધુ થાય છે. વ્યક્તી સેક્સ એજ્યુકેશન મેળવી ગેર માન્યતાઓ ના લીધે ઉદભવતી સેક્સ સમસ્યાઓ થી છુટાકારો મેળવી શકે છે. અને આ ઉપરાંત પણ જો તે કોઇ સમસ્યા થી પિડીત હોય તો તેણે વિના સંકોચે કોઇ ક્વોલીફાઇડ સેક્સોલોજીસ્ટ નો સંપર્ક કરવો જોઇએ.
હસ્તમૈથુન:
હસ્તમૈથુન વિષે આપણા સમાજ માં જાત-જાત ની માત્યતાઓ પ્રવર્તે છે. શું હસ્તમૈથુન થી શારિરિક નબળાઇ આવે? શું હસ્તમૈથુન થી નપુંસકતા આવે? શું હસ્તમૈથુન થી માનસિક બિમારીઓ થઇ શકે? મને લગ્ન પહેલા હસ્તમૈથુન ની આદત હતી તો હવે વાંધો નહી ને? આવા પ્રશ્નો સામાન્ય રીતે પુછાતા જોવાય છે.
કદાચ આપણા ભારતીય સમાજ માં આવી માન્યતાઓ વ્યાપક જોવામળે છે. હસ્તમૈથુન એક કુટેવ માની ને અનેક માનસિક અને સેક્સ ને લગતી બિમારીઓને તેના સાથે જોડાવામાં આવે છે. પરંતુ આ માન્યતાઓ ને કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી. તથા આ માન્યતાઓ ભુલ ભરેલી છે.
ભુતકાળ માં કરેલ હસ્તમૈથુન ને લઇને ઘણી વ્યક્તિઓ ગુનાહિત લાગણી થી પિડાતી જોવા મળે છે. તથા વર્ષો પછી થતી કોઇ પણ બિમારીને તે ભુતકાળ માં કરેલ હસ્તમૈથુન સાથે જોડી દે છે. આવા સંજોગો માં હસ્તમૈથુન સબંધિત વૈજ્ઞાનીક માહિતી પુરી પાડવી ખુબજ જરુરી બની જાય છે. અને તે સારવાર નો એક ભાગ જ છે.
હસ્તમૈથુન એ સેક્સની ઉત્તેજનાના આવેગને શમાવવાનો કુદરતી, બિનહાનિકારક માર્ગ છે. જો હસ્તમૈથુન જેવી કુદરતી વ્યવસ્થા ના હોત તો સેક્સ સબંધિત ગુનાઓનુ પ્રમાણ હાલ ના પ્રમાણ કરતા ઘણુ જ વધારે હોત. પરંતુ આપણૉ રુઢિચુસ્ત સમાજ હસ્તમૈથુન નો વિરોધ કરીને સેક્સ સમસ્યાઓ અને સેક્સ સબંધિત ગુનાનોઓ વધારવામાં કંઇક અંશે પોતાનો ફાળૉ આપે છે.
હસ્તમૈથુન કેટલા પ્રમાણ માં નોર્મલ ગણી શકાય?
આવો કોઇ નિયમ નથી કે દિવસ માં અમુક વખત કરવામાં આવે તો તેને નોર્મલ ગણવુ. અને આ કરતા વધુ વાર હસ્તમૈથુન ના કરવુ. જો હસ્તમૈથુન થી વ્યક્તિ ના રોજ-બરોજ ના કામ માં મુશકેલીઓ ના પડતી હોય, તો તેને નોર્મલ ગણી શકાય. દરેક વ્યક્તી માટૅ હસ્તમૈથુન ની માત્રા અલગ અલગ હોઇ શકે.
‘કમ્પલઝીવ મેસ્ટરબેશન’ શું છે?
‘કમ્પલઝીવ મેસ્ટરબેશન’ અર્થાત ફરજીયાત પણૅ કરવું પડતુ હસ્તમૈથુન. જ્યારે હસ્તમૈથુન નું પ્રમાણ એટલુ વધી જાય કે તેનો આવેગ રોકી જ ના શકાય અને તે ફરજીયાતપણે કરવું પડે ત્યારે તેને બિમારી ગણી શકાય. આ સંજોગો માં વ્યક્તિ ને પોતાના જરુરી કામોને પડતા મુકીને હસ્તમૈથુન ફરજીયાતપણે કરવુ પડે છે. આ સંજોગોમાં સેક્સોલોજીસ્ટ કે મનોચિકિત્સક ને મળી સારવાર કરવી જોઇએ.
ગેરમાન્યતાઓ (ધાતુ પડવી, સ્વપ્નદોષ તથા શિશ્નની લંબાઇ અને જાડાઇ)
શિશ્નની લંબાઇ અને જાડાઇ:
સ્ત્રી ના યોની માર્ગ માં માત્ર બહાર નો ૨ ઇઁચ ભાગ જ સઁવેદનશીલ હોય છે. આથી અંદર સંવેદના જ હોતી નથી. તેથ પુરુષ નુ લીઁગ ૨ ઇઁચ કરતા ગમે તેટ્લુ મોટુ કેમ ના હોય્ સ્ત્રી તેનાથી સ્ત્રીને થતા અનુભવમાં કોઇ ફરક પડતો નથી.
• સ્ત્રી નો યોનીમાર્ગ રબરબેન્ડ જેવો હોય છે. આંગળી નાખો તો આંગળી જેટલો પહોળો થાય અને પ્રસુતિ વખતે બાળક ના કદ જેટલો. આથી લીઁગ ની જાડાઇ નો પણ સ્ત્રી ને થતા સંતોષ સાથે કોઇ સબંધ નથી.
• રોજ છાપા માં તેલ્-માલીશ ની જાહેરાતો એ લોકો ના અજ્ઞાન નો લાભ લેવાનુ અને પૈસા મેળ્વવા નુ સાધન છે. તેલ કે માલીશ વડે લીઁગ ની લંબાઇ માં વધારો થવાના કોઇ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. જેવી રીતે દરેક વ્યક્તી ની ઉઁચઇ, વજન, કિકિ નો રંગ, કાન, નાક ની સઇઝ અલગ-અલગ હોય છે તેવી જ રીતે દરેક વ્યક્તી ના લીઁગ ની લંબાઇ અને જાડાઇ પણ્ અલગ-અલગ હોય છે.
ધાતુ પડવી, સ્વપ્નદોષ:
• ભારત માં પ્રાચિન સમય થી વિર્યનુ સવિશેષ મહત્વ રહ્યુ છે. “વિર્યનું એક ટીંપુ એટલે લોહીના સો ટીંપા” આ માન્યતા જાણે ઠસી ગયેલ છે. આથી લોકો જગૃત કે અજાગૃતપણે વિર્ય પ્રત્યે સભાન રહે છે. અને વિર્યના વ્યયથી શારિરીક નબળાઇઓ આવશે તેવો ડર રાખ્યા કરે છે.
• ધાતુ નુ પેશાબમાં વહી જવુ, સ્વપન દોષ અને વિર્યના વ્યયથી આવતી શારિરીક નબળાઇઓ એ વિર્ય સબંધિત ગેરમાન્યતા સાથે જોડાયેલ મુખ્ય સમસ્યાઓ છે. જે પાયા વિહોણી છે.