મારી ઉંમર પુખ્ત હોવા છતાં લિંગ ખૂબ નાનું છે. બજારમાં મળતી કઈ દવા લેવાથી ફાયદો થાય? શું કોઈ તેલ કામ આવી શકે?
મારી ઉંમર પુખ્ત હોવા છતાં લિંગ ખૂબ નાનું છે. બજારમાં મળતી કઈ દવા લેવાથી ફાયદો થાય? શું કોઈ તેલ કામ આવી શકે?
ઘણા બધા પુરુષોને પોતાની ઇન્દ્રિય વિશે લઘુતાગ્રંથી હોય છે. તેમને લાગતું હોય છે તેમની સાઈઝ બીજા વ્યક્તિ જેટલી નથી અથવા પત્નીને સંતોષ આપી શકે એટલી પૂરતી નથી.
જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે જાણવા મળે છે કે મોટાભાગના પુરુષોની ઇન્દ્રિયની લંબાઇ યોગ્ય અને પોતાના સાથીને જાતીય સંતોષ આપવા માટે સક્ષમ હોય જ છે.
સ્ત્રીના યોનિમાર્ગની લંબાઈ આશરે 6 ઇંચ હોય છે. પરંતુ એમાં સંવેદના બહારના ભાગમાં અને આગળના બે ઈંચમાં જ હોય છે.
એનો મતલબ એ થયો તો તમારે તમારા સાથીને ઉત્તેજિત કરવા હોય અથવા પૂરતો આનંદ આપતો હોય બહારના ભાગમાં અને આગળ બે ઇંચ સુધી સ્પર્શ કરવો જોઈએ.
આનો મતલબ એ થયો તો પુરુષની ઈન્દ્રિયની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચ અથવા એનાથી થોડી વધારે હોય તો એ તેના સાથીના જાતીય સંતોષ માટે પૂરતી છે.
લંબાઈ વધારવાથી કોઈ ફાયદો જાતીય આનંદમાં થતો નથી. શું તમારા નાકની લંબાઈ વધારવાથી તમે બીજા કરતાં વધારે ઓક્સિજન લઈ શકશો?
એ જ વસ્તુ ઇન્દ્રિયની લંબાઇ માટે પણ એટલી જ સાચી છે. બિન ઉત્તેજીત અવસ્થામાં પુરુષની લંબાઈ અડધો ઇંચ હોય તો પણ તે પૂરતી છે.
કારણ કે તે વખતનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે. જ્યારે ઇન્દ્રિયમાં લોહીનો ભરાવો થાય ત્યારે તેની લંબાઇ વધતી હોય છે અને કડકાઈ વધી હોય છે.
આ વખતે તેનું કામ સંભોગ કરવાનું હોય છે. જો આપની ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજીત અવસ્થામાં બે ઇંચ કે થોડી વધારે હોય તો આપે કોઈ લાંબી ચિંતા કરવાની જરૂર નથી.
ઇન્દ્રિયની લંબાઇ વધારવા માટે આ દુનિયામાં કોઈ દવા કે કોઈ તેલ ઉપલબ્ધ નથી. ઇન્દ્રિયની લંબાઈ માત્ર ઓપરેશનથી જ વધી શકે છે. મોટાભાગના પુરુષોને આની જરૂર નથી હોતી.
લિંગની સાઇઝ,લિંગ ની લંબાઈ કેટલી,લિંગ ની જાડાઈ,લિંગની લંબાઈ કેટલી હોવી જોઈએ,લિંગ ટાઇટ કરવાની દવા,લિંગ ફોટા,લિંગ માલિશ તેલ,લિંગ પ્રવેશ,